નેટવર્કનું રુપરેખાંકન

તમારુ નેટવર્ક કાર્ડ પસંદ કરો અને શું તમે DHCP દ્વારા રુપરેખાંકિત કરવા માંગો છો. જો તમારી પાસે ઘણા બધા ઈથરનેટ ઉપકરણો હોય, તો દરેક ઉપકરણ પાસે પોતાની રુપરેખાંકન સ્ક્રીન છે. તમે ઉપકરણ સ્ક્રીન વચ્ચે ફેરબદલી કરી શકો છો, (ઉદાહરણ તરીકે eth0 અને eth1); તમે જે જાણકારી આપો તે દરેક સ્ક્રીન સાથે ચોક્કસ હોય છે. જો તમે બુટ વખતે સક્રિય કરો પસંદ કરો, તો તમારો નેટવર્ક કાર્ડ જ્યારે તમે બુટ કરો ત્યારે શરુ થાય છે.

જો તમારી પાસે DHCP ક્લાઈન્ટ વાપરવાનું નહિં હોય અથવા તમે આ કઈ જાણકારી છે તે વિશે અચોક્કસ હોય, તો મહેરબાની કરીને તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.

આગળ, જ્યાં લાગુ પડતું હોય ત્યાં, IP સરનામું, નેટમાસ્ક, નેટવર્ક, બ્રોડકાસ્ટ, અને પોઈન્ટ ટુ પોઈન્ટ સરનામાઓ દાખલ કરો. જો તમે આ બધા વિશે અચોક્કસ હોય, તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.

નોંધ: પોઈન્ટ ટુ પોઈન્ટ સરનામાઓ પોઈન્ટ ટુ પોઈન્ટ જોડાણો CTC અને ESCON ઉપકરણો માટે રુપરેખાંકિત કરવા માટે વાપરી શકો છો.

તમારી સિસ્ટમ માટે યજમાનનામ દાખલ કરો. જો તમે નહિં કરો તો, તમારી સિસ્ટમ "localhost" તરીકે ઓળખાશે

છેલ્લે, ગેટવે સરનામું દાખલ કરો અને પ્રાથમિક, દ્વિતીય અને તૃતિય DNS સરનામાઓ દાખલ કરો.