બુટ લોડરનું રુપરેખાંકન

મૂળભુત રીતે, GRUB બુટ લોડર એ સિસ્ટમ પર સ્થાપિત થયેલ છે. જો તમે GRUB ને તમારા બુટલોડર તરીકે સ્થાપિત કરવા માંગો, તો બુટ લોડર બદલો પસંદ કરો.

તમે કઈ OS (જો તમારી પાસે એક કરતાં વધારે હોય) મૂળભુત રીતે બુટ થાય તે પણ પસંદ કરી શકો છો. પ્રાધાન્ય અપાયેલ બુટ પાર્ટીશન પર તમે તમારી પસંદની મૂળભુત બુટ થાય તેવી OS ને મૂળભુત તરીકે પસંદ કરી શકો છો. જ્યાં સુધી તમે મૂળભુત બુટ ઈમેજ પસંદ કરો નહિં ત્યાં સુધી તમે સ્થાપનમાં આગળ વધી શકો નહિં.

તમે તમારા માઉસ દ્વારા યોગ્ય પ્રવેશો પસંદ કરીને અને યોગ્ય બટન પર ક્લિક કરીને બુટ લોડર પ્રવેશો ઉમેરી શકો છો, ફેરફાર કરી શકો છો, કાઢી શકો છો.

તમારી સિસ્ટમ સુરક્ષા સુધારવા માટે, બુટ લોડર પાસવર્ડ વાપરો પસંદ કરો. એક વાર પસંદ થઈ ગયા પછી, પાસવર્ડ દાખલ કરો અને તેની ખાતરી કરો.

જો તમે બુટ લોડરને ક્યાં સ્થાપિત કરવું તે રુપરેખાંકિત કરવા માંગો અથવા જો તમે બુટ આદેશમાં વધુ વિકલ્પો ઉમેરવા માંગો, તો ઉન્નત બુટ લોડર વિકલ્પો રુપરેખાંકિત કરો પસંદ કરો.